વાર્ષિક ૱ ૩૩૦/- ના પ્રીમિયમ થી જીવન વીમા નું રક્ષણ આપતી વીમા યોજના કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવી છે.ભારતીય જીવન વીમા નિગમ (LIC) ના સહયોગ માં બેંક ના બચત ખાતેદારો માટે આપણી બેન્કે પણ આ યોજના માં ભાગ લીધેલ છે.
યોજના ની સંક્ષિપ્ત વિગતો નીચે મુજબ છે.
- યોજના માં દાખલ થતી વખતે ખાતેદાર ની ઉંમર ૧૮ થી ૫૦ વર્ષ સુધી ની હોવી જોઈએ. વીમા રક્ષણ ૫૫ વર્ષ ની ઉંમર સુધી મળશે.
- દર વર્ષે ૩૧ મી મે પેહલા પ્રીમિયમ ઉધારવાની (AUTO-DEBIT)સત્તા બેંક ને આપવાની રહેશે.
- આ યોજના મા દાખલ થવા KYC માટે આધાર કાર્ડ જરૂરી છે.
- યોજના માં જોડાયેલ સભ્ય નું કોઈપણ કારણસર (અકસ્માત સહીત) મૃત્યુ થશે, તો નિયુક્ત વારસદાર ને સરળ પેપરવર્ક બાદ ૱ ૨,૦૦,૦૦૦/- (રૂપિયા બે લાખ પુરા) મળવાપાત્ર છે. બેંક દ્વારા યોજના માં સામેલ તમામ સભ્યો માટે માસ્ટર પોલિસી લેવામાં આવશે.
- નીચેના સંજોગો માં પોલિસી બંધ થયેલી ગણાશે.
-
- ગ્રાહક ની ઉંમર ૫૦ વર્ષ થી વધુ થયેથી.
- પ્રીમિયમ ચુકવણી માટે જરૂરી બેલેન્સ ખાતા માં ન હોવાથી.
- સંબંધિત બચતખાતુ બંધ થવાથી.
- વીમા લાભની રકમની મંજૂરી ભારતીય જીવન વીમા નિગમ(LIC) ના નિયમો / શરતો ને આધીન રહેશે, જેની ગ્રાહકો એ નોંધ લેવી.