Pradhan Mantri Surksha Bima Yojana
માત્ર ૱ ૧૨ /- નું વાર્ષિક પ્રેમીઉન ભરવાથી ભારત નો કોઈ પણ નાગરિક જે બેંક માં બચતખાતું ધરાવતો હોય, તેના માટે અકસ્માત વીમાનું રક્ષણ આપતી યોજના કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જાહેર થયેલ છે.
આપણી બેન્કે પણ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લી. ના સહયોગ થી બેંક ના બચતખાતુ ધરાવતા ગ્રાહકો ના લાભાર્થે સદર યોજના માં ભાગ લીધો છે.
યોજના ની સંક્ષિપ્ત વિગતો નીચે મુજબ છે.
- ૧૮ થી ૭૦ વર્ષ ની ઉંમર ના બચતખાતું ધરાવનાર ગ્રાહકો ઉપરોક્ત વીમો લઇ શકશે.
- યોજના મા દાખલ થવા આધાર કાર્ડ જરૂરી છે.
- અકસ્માત મૃત્યુ / કાયમી અપંગતા થવાના કિસ્સા માં નિયુક્ત વારસદાર ને વીમા-લાભ તરીકે ૱ ૨,૦૦,૦૦૦/- (રૂપિયા બે લાખ પુરા) મળવાપાત્ર છે, જયારે અર્ધ-અપંગતા ના કિસ્સા માં વીમા-લાભ તરીકે ૱ ૧,૦૦,૦૦૦ (રૂપિયા એક લાખ પુરા) મળવાપાત્ર છે.
- યોજના માં સામેલ થતા તમામ ગ્રાહકો માટે બેંક દ્વારા માસ્ટર પોલિસી લેવામાં આવશે.
- નીચેના સંજોગો માં પોલિસી બંધ થયેલી ગણાશે.
-
- ગ્રાહક ની ઉંમર ૭૦ વર્ષ થી વધુ થયેથી.
- પ્રીમિયમ ચુકવણી માટે જરૂરી બેલેન્સ ખાતા માં ન હોવાથી.
- સંબંધિત બચતખાતુ બંધ થવાથી.
- વીમા લાભની રકમની મંજૂરી જે તે વીમા કંપની ના નિયમો / શરતો ને આધીન રહેશે, જેની ગ્રાહકો એ નોંધ લેવી.
- વધુ વિગતો માટે બેંક નો સંપર્ક કરવા વિનંતી છે.